ચાતુર્માસમાં તપ કરતાં સંતોને પારણા (શાખા : સુરત ગુરુકુલ)

👇🏻આ લેખ અવશ્ય વાંચી ને શેર કરજો ✌🏻

માનવીએ ટેકનોલોજીની સાથે સાથે અવનવી ખાવાની ચીજ વસ્તુઓમાં પણ વિકાસ કર્યો છે.
આજે વર્તમાન સમયમાં હોટલોમાં લારીઓમાં ફાસ્ટ ફૂડ ખાવા માટે પડાપડી થતી હોય છે. ત્યારે સંતો ઘણીવાર વાત કરે☝☝
*આ કળિયુગી વાતાવરણમાં ભૂખ્યા માણસો મરે એ કરતા ખાઈ-ખાઈને વધારે મરે છે*.😃😃😃😃😃😃😃

*ત્યારે કોટી કોટી વંદન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ના 250 સંતોને👏👏*
ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ભોગવાદી સમયમાં પણ ૨૫૦ જેટલા સંતો વ્રત ઉપવાસ ના આકરા નિયમ રાખી ને સંયમી જીવન જીવીને મોટા સંતો તેમજ પ્રભુ ને રાજી કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

આ વર્ષે ચાતુર્માસ માં
*૩૭ જેટલા સંતોએ દંડ ચાંદ્રાયણ વ્રત છે.*
(જેમાં દિવસમાં એક જ વાર આઠ કોળિયા લેવાના હોય છે)
*૩૪ જેટલા સંતોએ એક ટાણાં કર્યા છે.*
( જેમાં દિવસમાં એક જ વાર જમવાનું હોય છે )
*૩૫ જેટલા સંતો ને ધારણા પારણા નું વ્રત છે* (જેમાં એક દિવસ જમવાનું એક દિવસ ઉપવાસ એક મહિનામાં પંદર ઉપવાસ તેમજ પંદર દિવસ જમવાનું થાય)
*૩ સંતોએ જવ ચાંદ્રાયણ વ્રત કરેલ છે.*
(જઉ શરૂઆતમાં પાતળો છેલ્લે પાતળો વચ્ચે જાડો હોય છે તેવી રીતે શરૂઆત થાય ત્યાર થી દરેક દિવશે 1 પછી ના દિવશે એક એક વધતા જાય 15 સુધી પહોંચવાનું અને પછી ઘટતા થી શરૂ થાય એક સુધી પહોંચવાનું.)

*4 જેટલા સંતોએ દિવસમાં ફક્ત બે જ વસ્તુ એકવાર જમવી એવો નિયમ લીધેલો છે.*

તેમજ 4 સંતો એ ચાતુર્માસ માં ફક્ત કાચું જમવું

*5 સંતો એ પયોવ્રત*(દૂધ અને દહીં જ
જમવું બીજું કશું જ નહિ)

*10 સંતોએ ઋષિ ચાંદ્રાયણ વ્રત કરેલ છે* (જેમાં દિવસમાં એક વખત લીંબુ જેવડા ત્રણ જ કોળિયા લેવાના હોય છે)

*8 સંતોએ કીડી ચાંદ્રાયણ વ્રત કરેલું છે.*
(કીડી શરૂઆતમાં જાડી છેલ્લે જાડી વચ્ચે પાતળી હોય છે.એમ શરૂઆતમાં 15 ગ્રાસ થી શરૂઆત થાય અને ક્રમશ ઘટતા જાય વચ્ચે ઉપવાસ આવે પછી પાછા એક ગ્રાસ થી પંદર સુધી પહોંચવાનું રહે છે.)

*અને વાલા ભાવિકો આ કળિયુગી વાતાવરણની કમાલ 💪*

*પાંચ સંતો એ એક મહિનાના ઉપવાસ* *કહેતા કે માસોપવાસ કર્યા છે*

*અને એક સંત ને તો 200 દિવસ (ધારણા પારણાનું વ્રત છે👏👏*)
બોલો વચનામૃત દ્વીશતાબ્દી મહોત્સવ કી જય…

*અને 1 સંત ને ખટરસ નું વ્રત છે.*
(જેમાં છ રસ વાળું જમવું નહીં મોળું જ લેવું
ઉદા: બાફેલા બટેટા, દૂધ મોળું હો…
*3 સંતોએ પારાક વ્રતના નિયમ લીધા છે* (જેમાં એક સાથે ૧૨ દિવસના ઉપવાસ આવે છે)
*આ છે મારા ગુરુકુળ ના વાલા આત્મીય સંતો*
આ ઉપરાંત ઘણા સંતો ને અલગ અલગ નાના મોટા વ્રત છે
જય શ્રી સ્વામિનારાયણ