નવમો વાર્ષિક પાટોત્સવ (નવસારી ગુરુકુલ)

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નવસારી ખાતે શ્રીહરિકૃષ્ણ મહારાજનો નવમો વાર્ષિક પાટોત્સવ અને ૫૧ કૂંડી શ્રી હરીયાગ નું સુંદર આયોજન તા. ૨૬/૧૧/૨૦૧૭ રવિવારના રોજ સવારે ૭ વાગ્યે કરવામાં આવેલ હતું. જેમાં વહેલી સવારે શ્રીહરિકૃષ્ણ મહારાજનું પૂજન શાસ્ત્રી હરીમુકુંદદાસજી સ્વામીએ ભકિતભાવથી કરેલ અને ત્યારબાદ દરેક સંતોએ મહારાજનો મહાભિષેક દૂધ, દહીં, મધ, ફૂલપાંખડી, મોતી વગેરેથી કરેલ.

સવારે ૯ કલાકે ૫૧ કુંડી શ્રીહરિયાગનો પ્રાંરભ પૂ. ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂ. ભકિતવલ્લભદાસજી સ્વામીએ કરેલ અને તેમાં દરેક સંતો અને હરિભકતો જોડાયા હતા અને ત્યાર બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજની આગળ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેમાં ભણનારા સંતોએ ખુબ જહેમત ઉઠાવી અન્નકૂટ બનાવેલ તેનાં સૌ ભક્તોએ નેણાં ભરીને દર્શન કર્યા હતા.