નૂતન વર્ણીન્દ્રધામ – પાટડી ઉદઘાટન મહોત્સવ

જય સ્વામિનારાયણ….
રાજકોટ ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – વર્ણીન્દ્રધામ – પાટડીનો ઉદ્દઘાટન મહોત્સવ સાંજે : 6 વાગ્યે પ.પૂ. શ્રી ગુરુમહારાજ તથા વડીલ સંતોના સાનિધ્યમાં ઉજવવામાં આવેલ…
જેમાં પ.પૂ. પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આ વર્ણીન્દ્રધામ નિર્માણની વાત કરી ત્યારબાદ શાસ્ત્રી શ્રી અચલજીવનદાસજી સ્વામીએ મંદિરનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ મંદિરનું અનાવરણ પ.પૂ. શ્રી ગુરુમહારાજ તથા સંતોએ કર્યું ત્યારબાદ બધા હરિભક્તોને 31 મણ પેંડાનો પ્રસાદ આપવામાં આવેલ… બધા સંતોએ આરતી ઉતારી હતી.
દરરોજની સેવા રીતિ પરેડ દ્વારા રજૂ કરવામાં આવેલ ત્યારબાદ રાત્રી દિવસ સેવા કરી 16 મહિનામાં આ મંદિરનું નિર્માણમાં સેવા કરેલ સંતોને પ.પૂ. શ્રી ગુરુમહારાજે આશીર્વાદ પાઠવેલ… આ ભૂમિના જમીનદાતા ઓમ રેસીડેન્સી વાળા ભક્તોએ સંતોનું પૂજન કરેલ ત્યારબાદ યજમાનોને આશીર્વાદ પાઠવેલ અંતમાં નૃત્યનિટિક દ્વારા પાટડી ગામનો ઇતિહાસ અને ભગવાન સ્વામિનારાયણનો આ ગામ સાથેનો સંબંધ વર્ણન કરેલ