મકરસંક્રાંતિ મહોત્સવ તથા નવમો પાટોત્સવ – તરવડા ગુરુકુલ

શ્રી સ્વમિનારાયણ ગુરુકુલ રાજકોટ (તરવડા શાખા)માં નવ્ય-ભવ્ય મંદિરમાં બિરાજિત પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસગે ૧૦૮ કલાક ધૂન અને ગ્રંથરાજ ભક્તચિંતામણી ની એક એક ચોપાઈએ ચાર દિવસ સુધી અનુષ્ઠાન સાથે યજ્ઞમાં અહુતીઓ આપી હતી.

દાન અને પૂજનના પવિત્ર પર્વે ઘનશ્યામ મહારાજનો અભિષેક પવિત્ર જળ, દૂધ, દહીં, ફ્રુટના રસ, ઔષધો, કેસર, ચંદન, પુષ્પ પાંખડી આદીક  સામગ્રીઓ થી કરવામાં આવેલ. સુંદર વસ્ત્ર આભૂષણ, અલંકારો, ફૂલહારથી શ્રુંગાર કરી, ઘનશ્યામ મહારાજ સન્મુખ વિવિધ મીઠાઈ, ફરસાણ, ફ્રુટ્સ, સુકામેવા, વગેરે વાનગીઓ ધરાવી પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ  અન્નકૂટની આરતી ઉતારી હતી.

પવિત્ર ભૂદેવો, રસોયા મહારાજ,ગામડે ગામડે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા કોઠારી પુજારીઓનું અને ગાયોનું પૂજન કરવામાં આવેલ.

રક્તદાન કેમ્પમાં ૧૦૫ બોટલ રક્તદાન થયેલ. ધો.૧૦માં A1, A2 ગ્રેડ મેળવનાર તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને રૂપિયા દશ હજારથી બે હજાર સુધીની સ્કોલરશીપ ચૂકવેલ..  જેમાં ૬૦ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ત્રણ લાખની રકમ પ.ભ. શ્રી વિશ્રામભાઈ પટેલ (સીસલ્સ) વતી પ.ભ. શ્રી જગદીશભાઈ સોલંકીના હસ્તે વિતરણ કરેલ.

વર્ષોથી કાયમી મકરસંક્રાંતિના પવિત્રે દિવસે તરવડા ગુરુકુલમાં ઉજવાતા આ મહોત્સવના યજમાન પદે પ.ભ. શ્રી વાસુદેવભાઈ પટેલ, ધીરુભાઈ બાબરિયા, જસમતભાઈ સુતરીયા, રતીલાલભાઈ ઠેસિયા, રજનીભાઈ ગજેરા, પ્રેમજીભાઈ બાબરિયા વગેરેએ સેવાનો લાભ લીધેલ.

આ પ્રસંગે આપણા વિસ્તારના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા, ધીરુભાઈ કોટડીયા, શરદભાઈ લાખાણી વગેરે આગેવાનો તેમજ આ વિસ્તારના દશ હજાર હરિભક્તો ઉપસ્થિત  રહ્યા હતા.