રથયાત્રા – તરવડા ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે તા.25-06-2017 ના રોજ રથયાત્રાના પાવન પર્વે પૂ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજની 116 મી જન્મ જયંતિ નિમિતે વિશેષ ધૂન-ભજનનું આયોજન કરવામાં આવેલ. તેમજ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓએ હરીસ્મૃતિના ૧૦૦૮ પાઠ કાર્ય હતા. પૂ. ગુરૂદેવના ઉપાસ્ય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજને સુંદર સુશોભીત રથમાં પધરાવી તરવડા ગામમાં સ્વામીના જન્મ સ્થાન સુધી વાજતે ગાજતે નગરયાત્રા કરવા ગયેલા જેમાં ૮૦૦ ઉપરાંત ભક્તો 1600 ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુરુકુલના પ્રાંગણમાં પાછા ફરતા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, પૂ. શ્રી ત્યાગવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગીક રથયાત્રા પર્વ તેમજ પ.પૂ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન પ્રસંગોની વાત કરેલ.