વર્ણીન્દ્રધામ-પાટડીની મુલાકાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની સાહેબ

જય સ્વામિનારાયણ….
રાજકોટ ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – વર્ણીન્દ્રધામ – પાટડીની મુલાકાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની સાહેબ પધાર્યા હતા. પ્રથમ ગજેન્દ્ર દ્વારનું ઉદઘાટન કરી મુખ્ય મંદિરમાં શ્રી વર્ણીન્દ્ર ભગવાનના દર્શન કરી સભા સ્થાને પધાર્યા હતા … ત્યાં તેઓશ્રીનું સ્વાગત પૂજન રાજકોટ ગુરુકુલના ટ્રસ્ટી અને ધર્મનંદન ડાયમંડ વાળા શ્રી લાલજીભાઈ પટેલ તથા આફ્રિકાથી પધારેલા શ્રી રાકેશભાઈ દુધાત વગેરેએ કર્યું ત્યારબાદ કેસરિયો સાફો બાંધી તેઓશ્રીનું સન્માન કરેલ તેઓએ તેમના પ્રવચનમાં જણાવેલ કે મંદિરોએ સંકારો સાચવવાનું સ્થાન છે ત્યારબાદ પ.પૂ. શ્રી ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ માનનીય મુખ્યમંત્રી શ્રીને શુભાશીર્વાદ પાઠવેલા….