શિલાન્યાસ વિધિ – ભાવનગર ગુરુકુલ

         પ.પૂ. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિક્ષા શતાબ્દી તથા વાત્સલ્ય મૂર્તિ પ.પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની જન્મ શતાબ્દી વર્ષે રાજકોટ ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – ભાવનગરનો શિલાન્યાસ વિધિ તા.૨૫-૦૬-૨૦૧૭ ને રવિવાર અષાઢીબીજ ના પવિત્ર દિવસે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે થયો.

        આ નિર્માણાધિન ભવ્ય સદવિદ્યા ભવનમાં સ્ટેપવાળા વિશાળ ક્લાસરૂમો, પ્રજ્ઞા ક્લાસરૂમો, આધુનિક કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રીલેબ, ફિઝીક્સલેબ, બાયોલોજીલેબ વગેરે થશે. એક માળના ૨૮,૦૦૦ ચો.ફૂટ એવા ૫ (પાંચ) માળનું મકાન તૈયાર થશે. કુલ ૧,૪૦,૦૦૦ ચો.ફૂટનું બાંધકામ થશે.

        પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા કહ્યું કે ભાવનગર જીલ્લાના અનેક વિદ્યાર્થીઓએ આપણી સંસ્થામાં અભ્યાસ કર્યો અને કરે છે. આ વિસ્તારમાં આપણી નવી શાખા બને અને અનેક જીવ ભગવાનમાં જોડાય તથા આ નૂતન શાખા ભાવનગર ગુરુકુલમાં સેવા કરનાર સંતો, ભક્તો અને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનું શ્રીજી મહારાજ સર્વ પ્રકારે મંગલ વિસ્તારે અને જીવનમાં સુખી થાય એવા રૂડા આશિર્વાદ પાઠવ્યા હતા.