શ્રી વર્ણીન્દ્ર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા વિધિ – પાટડી

જય સ્વામિનારાયણ….
રાજકોટ ગુરુકુલની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ – વર્ણીન્દ્રધામ – પાટડી માં તા. ૨૮- ૨૯-૦૯-૨૦૧૭ ના રોજ શ્રી વર્ણીન્દ્ર ભગવાનને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પવિત્ર ભૂદેવો દ્વારા અલગ – અલગ સામગ્રીઓથી વાસ કરાવવામાં આવેલ જેમાં ધાન્યવાસ, ફ્રુટવાસ , ફૂલ વાસ , આંષધિવાસ, મિષ્ટાનવાસ, વસ્તવાસ વગેરે કરવામાં આવેલ….
તા. ૩૦-૦૯-૨૦૧૭ ના રોજ વહેલી સવારે શ્રી વર્ણીન્દ્ર ભગવાન, રાધાકૃષ્ણ દેવ , શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સીતારામ ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ તથા શ્રી બાલ ઘનશ્યામ મહારાજ ની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પ.પૂ. શ્રી ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પ.પૂ. પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વડીલ સંતો દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવેલ ત્યારબાદ અખંડધૂન પ્રારંભ, અને યજ્ઞ પ્રારંભ પૂ. સંતો દ્વારા કરવામાં આવેલ …