સત્સંગ વ્યાખ્યાનમાળા – વેજલપર

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ રાજકોટ પ્રેરિત ૨૦૧૭માં યોજાનાર ભાવાંજલી મહોત્સવ ઉપક્રમે તા. ૪ થી ૬ ફેબુઆરી – ૨૦૧૫ના રોજ વેજલપર ગામે સત્સંગ વ્યાખ્યાનમાળા નું અનુપમ આયોજન કરવામાં` આવ્યું હતું જેમાં પ.પૂ. પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિપ્રિયદાસજી સ્વામી એ બિરાજી વચનામૃત, શ્રી નિષ્કુળાનંદ કાવ્ય તથા સાંપ્રદાયિક વિવિધ ચરિત્ર ગ્રંથોના માધ્યમથી સત્સંગ કથાવાર્તાનો લાભ આપયો. દરરોજ સવારે ૮:૩૦ થી ૧૧:૩૦, બપોરે ૨:૩૦ થી ૫:૩૦ કથા અને રાત્રે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. પ.પૂ. શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પ.પૂ. શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામી વગેરે સંતોએ દર્શન સત્સંગનો લાભ આપ્યો હતો.