સમાવર્તન સંસ્કાર સમારોહ – તરવડા ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડામાં તારીખ: 18-03-2018 ને રવિવારના રોજ ધોરણ 10 અને 12 સાયન્સ/કોમર્સના 694 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ વિદ્યાર્થીઓને રૂડા આશીર્વાદ આપતા કહેલ કે ગુરુકુલ સંસ્થા એ વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ વડે, વિદ્યાર્થીઓ માટે ચાલતી સંસ્થા છે. ગુરુકુલ માંથી મેળવેલ સંસ્કારો કાયમી જીવનમાં જાળવી રાખો, માતા-પિતાને રાજી કરી ગુરુકુલની બ્રાન્ડ વેલ્યુ વધારો એવી ભલામણો કરી હતી.

અંતમાં વિદ્યાર્થીઓએ પોતાના હૃદયના ઉદગારો, અનુભવો રજુ કર્યા હતા. સંતોનું ધોતિયા ઓઢાડી પૂજન કરવામાં આવ્યું હતું. તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બધા વિદ્યાર્થીઓને ઘનશ્યામ મહારાજની મૂર્તિ, ગુરુમહારાજનો આશીર્વાદ પત્ર અને ગ્રુપ ફોટો ભેટમાં આપવામાં આવેલ.