રથયાત્રા – તરવડા ગુરુકુલ

।। રથયાત્રા ।।

        શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે અષાઢીબીજ ના પરમ પવિત્ર પર્વે રથયાત્રાનું આયોજન કરેલ. એવં પ॰પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 117મી જન્મજયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી. પૂ. શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવન કાર્યથી અનેક લોકોને ભગવનમાં જોડ્યા છે.  તે નિમિતે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ 117 વ્યકિગત સમૂહ દંડવત, 117 વંદુના પાઠ, 117 મિનિટનો રાસ, 117 કિર્તનોનું સમૂહગાન, 117 મંત્રપોથીનું લેખન, જનમંગલ નામાવલી થી પૂજન. પ્રાથમિક શાળાના બાળકોએ પણ એક અઠવાડીયા દરમ્યાન દરરોજ ત્રણ કલાક ધૂન, કીર્તન, દંડવત કરેલ. અને શાળામાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગરેનું આયોજન કરેલ.

        અષાઢી બીજના દિવસે સવારે 8.30 કલાકે ઠાકોરજી નું પૂજન કરી રથયાત્રાનો પ્રારંભ કરેલ. ગ્રામજનો દર્શન-પૂજન કરીને રથયાત્રામાં જોડાયા. ધૂન, કીર્તન, રાસ નૃત્ય, અલગ અલગ ડ્રેસ કોડ,શેત્રુંજી નદીના ધર્મજીવન સરોવરના પાણીના ઉછળતા મોજા, ઠાકોરજી-સંતોથી શોભતી  આ દિવ્ય શોભાયાત્રા અવિસ્મરણીય ઘડી બની રહી હતી.

        શોભાયાત્રામાં ગુરુકુલ પરિસરમાં પરત આવતા  માણકી ઘોડીનું રમણીય દર્શન સ્વરૂપ પધરાવીને તેનું પૂજન કર્યું. તે સેવાનો લાભ પ.ભ. શ્રી ધીરુભાઈ દેસાઇ-મોટા સમઢીયાળા એ લીધો હતો.

        શોભાયાત્રા બાદ સત્સંગ સભા નું આયોજન થયું પ્રારંભમાં પૂ. શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ જગન્નાથપૂરી તીર્થસ્થાનના મહિમાની પ્રસંગોચિત વાત કરી.પૂ. પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પૂ. શાસ્ત્રીજી મહારાજના બાળપણની વાત કરી હતી કે, એક જાગ્રત મુમુક્ષુ તરીકે નિયમમાં રહી જ્ઞાનમય તપ કર્યું અને અવિરત સેવકાર્યોની વચ્ચે પણ જળકમળવત રહી પ્રભુ મુર્તિમાં મગ્ન રહ્યાં. અને સદગુરુઓને હદયથી રાજી કર્યા. પૂ. સ્વામિના ગુણો આપના જીવનમાં આવે એવી આજના દિવસે સંતો-ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના.

।। મુમુક્ષુ પાર્ષદની અર્પણવિધિ ।।

        આ પ્રસંગે તરવડા ગુરુકુલમાં 12  સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરેલ  ધ્રુવિન મુકેશભાઇ નારણભાઇ પેથાણી, નાની કુંકાવાવ ને તેમના માતા-પિતા અને પરિવારે  મુમુક્ષુ પાર્ષદની શાસ્ત્રોક્ત વિધિથી અર્પણવિધિ  કરીને રાજકોટ સંતવૃંદમાં સામેલ કરેલ.

        સંપ, સમજણ, ઉદારતા, ભક્તિભાવના પ્રતિક સમાન પેથાણી પરિવારના એક સમર્પણના દીવ્ય પ્રસંગે સૌના હદમાં આનંદ ઉત્સાહ હતો.

        આ પ્રસંગે ભૂ.વિ. પ.ભ.શ્રી કિશોરભાઇ જીવરાજભાઈ લાખાણીએ ઉત્સવના યજમાનપદે લાભ લીધો હતો. અને સૌ હરિભક્તોએ ઠાકોરજીના પ્રસાદનો લાભ લીધો હતો.

।। શ્રી હરિકૃષ્ણ નિવાસ-ગેસ્ટ હાઉસ ઉદઘાટન ।।

        ભજન-ભક્તિ,સેવા સત્સંગ કરવાની અનુકૂળતા વિશેષ રહે તેવા હેતુથી તરવડામાં 2BHK  ટાઈપના 12 ફ્લેટનું વિશાળ શ્રી હરિકૃષ્ણ નિવાસ-ગેસ્ટ હાઉસનું ઉદ્ઘાટન થયું. આ પ્રસંગે પૂ. ઘનશ્યામજીવનદસજી સ્વામીએ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.