Best Residential School Of India Award (Bangalore Gurukul)

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ, મૈસુર રોડ, બેંગલૌરને એજ્યુકેશન ટુડે દ્વારા ભારતની સર્વોત્તમ સ્કુલોમાંની BEST RESIDENTIAL SCHOOL OF INDIA નો અવૉર્ડ પ્રાપ્ત થયો છે.

છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત, બેંગ્લોર સ્થિત, જગવિખ્યાત સામાજીક અને શૈક્ષણીક પ્રવૃત્તીઓમાં સેવારત એવી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાની આ શાખા, 20 રાજ્યો તેમજ 7 દેશોના વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાનું સિંચન કરી રહી છે. જેમાં વિશ્વસ્તરીય શિક્ષણ સાથે સાયન્સ લેબોરેટરીઝ, સ્પોર્ટસ, ઇંફોર્મેશન ટેક્નોલોજી વગેરે માટેની અત્યાધુનિક સુવિધા અને સાથોસાથ હાલ અતી આવશ્યક સંસ્કારો, ભારતીય સંસ્કૃતીના મુલ્યો તેમજ આધ્યાત્મિકતાનું સિંચન કરી વિદ્યાર્થીઓના જીવન પરિવર્તન લાવી, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનો ઉત્કર્ષ કરી રહી છે.

આ સંસ્થા સમર્પિત સંતો તેમજ અનુભવી શિક્ષકો – કર્મચારીઓના મિશનરિ પ્રયત્નો હેઠળ કાર્યરત છે, જ્યાં સેંકડો ગૌરવશાળી વિદ્યાર્થીઓએ તેમના જીવન નિર્માણ કર્યા છે.

9-ડિસેમ્બર 2017ના રોજ, ભારતની ઘણી યોગ્ય સ્કૂલોમાંથી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ, બેંગ્લોર ફાઇનલિસ્ટ જાહેર થઈ હતી.

એજ્યુકેશન ટૂડેના નામાંકીત શૈક્ષણીક નિષ્ણાંતો દ્વારા ભારતની તમામ સ્કૂલોનુ શૈક્ષણીક, સર્વાંગી વિકાસ, અત્યાધૂનિક સુવીધાઓ, વ્યક્તિગત દેખભાળ, નવીનતા, વગેરે જેવા અનેક પાસાઓનુ મૂલ્યાંકન કર્યા બાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મૈસુર રોડ, બેંગ્લોર ને BEST RESIDENTIAL SCHOOL OF INDIA નો એવૉર્ડ આપવામા આવ્યો હતો.

આજના તમામ પારીવારિક અને સામાજીક પ્રશ્નોના સમાધાનરૂપ સંસ્કારનું સિંચન કરતી આ સંસ્થા 21મી સદીના સમાજ માટે જરૂર ઉદાહરણ રૂપ છે. આ સ્કૂલ નહી, ખરેખર ગુરુકુલ છે.