Brahmasatra – Rajkot Gurukul

તા. ૨૨/૮/૨૦૧૯ શ્રાવણ વદ-૬ થી તા.૨૭/૮/૨૦૧૯ શ્રાવણ વદ-૧૧ સુધી ૫૭માં બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવેલ.

  • બ્રહ્મસત્ર દરમિયાન પહેલા દિવસે ૯:૩૦ કલાકે પોથીયાત્રા નીકળેલ.
  • દરરોજ સવારે ૬:૧૫ થી ૭:૦૦ યોગ શિબિરનું આયોજન થયેલ.
  • દરરોજ સવારે ૭:૧૫ થી ૮:૦૦ સુધી અલગ અલગ સંતો ભગવાન સ્વામિનારાયણ સમકાલીન એકાંતિક ભક્તોના ચરિત્રોનું રસપાન કરાવેલ.
  • દરરોજ સવારે ૯:૦૦ થી ૧૦:૧૫ અને સાંજે ૪:૦૦ થી ૫:૧૫ સુધી શ્રીમદ્ સત્સંગિજીવન ક્થાપારાયણ રાખેલ. જેનાં વકતા પદે પ. પૂ. પુરાણી શ્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, પ. પૂ. પુરાણી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામી, પ. પૂ. પુરાણી શ્રી કીર્તનપ્રિયદાસજી સ્વામીએ લાભ આપેલ.
  • પવિત્ર વિદ્વાન યુવાન સંતોના મુખે આધ્યાત્મિક વ્યાખ્યાનમાળા દરરોજ સવારે ૧૦:૧૫ થી ૧૧:૧૫ સુધી રાખેલ.
  • દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧૧:૪૫ સુધી વડીલ સંતોના મંગલ આશિર્વાદ આપેલ.
  • વચનામૃત વ્યાખ્યાનમાળાના વકતા પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ દરરોજ બપોરે ૫:૧૫ થી ૬:૧૫ સુધી લાભ આપેલ.
  • દરરોજ બપોરે ૬:૩૦ થી ૭:૧૫ સુધી સત્સંગ કથામૃત પારીવારિક જીવનમાં સુખ શાંતિનો લાભ પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ લાભ આપેલ.