Ram Navami & Hari Jayanti – NJ, USA

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ.ની ન્યૂજર્સી શાખામાં શ્રીસ્વામિનારાયણ જયંતી તથા શ્રીરામનવમીનો ઉત્સવ ખૂબ જ આનંદ-ઉલ્લાસમય માહોલમાં ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પ્રારંભમાં શ્રી રમેશભાઈ સુહાગિયા, ઋષિ પટેલ અને પ્રવીણભાઈ વોરા એ કીર્તનો દ્વારા પ્રભુ પ્રાગટ્યની ઘડીને વધાવી હતી. 4:30 પ્રાગટ્ય આરતી બાદ “ધર્મ ઘેર આનંદ ભયો” ની સાથે અબાલ -વૃદ્ધ સૌ કોઈએ રાસની રમઝટ બોલાવી હતી.

વોશિંગટનથી પધારેલા પ.ભ. શ્રી ધીરુભાઈ કોટડીયા એ “Scientific Family Planning” એ વિષય પર વિજ્ઞાન અને અધ્યાત્મને સાથે રાખી યુવાનોએ સાંપ્રત સમયમાં કેવી રીતે Family Planning કરવું જોઈએ તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેશન ના અંતમાં રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા યુવાનોની જીજ્ઞાષાને વ્યવહારિક ઉત્તરો આપી સંતોષી હતી.

સભાની અંતિમ ક્ષણોમાં ઉત્સવના યજમાન પ.ભ. શ્રી ભાવેશભાઈ વિરાણી, શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણી અને હિતેષભાઇ રાખોલીયાને ભેટ-સોગાદ સાથે મંગલ આશીર્વાદ આપ્યા હતા.

અંતમાં પ્રાગટ્યની મહાન‍િરાજન કર્યા બાદ મહાપ્રસાદ લઈને સૌ ઉતસવની સ્મૃતિઓને વાગોળતા – વાગોળતા છૂટા પડ્યા હતા.