સત્સંગિજીવન કથા – તરવડા ગુરુકુલ

       શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડામાં તારીખ:30-12-2016 થી તારીખ:03-01-2017 પાંચ દિવસ પ.પૂ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિક્ષા શતાબ્દી તેમજ પ.પૂ. પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પ.પૂ. સેવામૂર્તિ શ્રી નીરન્નમુક્તદાસજી સ્વામી (મુગટસ્વામી) ની જન્મ શતાબ્દી ઉપક્રમે તરવડા ગામના ભાણેજ, શ્રી સુરેશભાઇ ભીખાભાઇ બાબરીયાના યજમાન પદે બાબરીયા પરિવાર તથા મોસાળ પક્ષે ઠુંમર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે ગ્રંથરાજ શ્રીમદ્દ સત્સંગિજીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વક્તાપદે પ.પૂ. પુરાણી શ્રી ક્રુષ્ણપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. પુરાણી શ્રી હરિનયનદાસજી સ્વામીએ વ્યાસાસને બિરાજી શ્રીહરિ ના પાવનકારી ચરિત્રોનું રસપાન કરાવેલ. આ દિવ્ય પ્રસંગે પ.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પ.પૂ. તપોનિષ્ઠ શ્રી ઘનશ્યામજીવનદાસજી સ્વામી તથા પ.પૂ, સદ્દ. પુરાણી શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામીએ સત્સંગ કથાવાર્તા તથા મંગલ આશિર્વચન પાઠવ્યા હતા.