સમાવર્તન સંસ્કાર સમારોહ – તરવડા

       તા.19-3-2017 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડામાં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ/કોમર્સના 690 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં પૂજ્ય સંતોએ દરેક વિદ્યાર્થીઓના લલાટમાં પ્રસાદીભૂત ચંદનથી અર્ચા કરેલ. વિદ્યાર્થીઓએ દરેક સંતોનું પૂજન કરેલ તથા શિક્ષકોનું સ્વાગત કરેલ. જેમાં વેકરીયા  ઉત્સવ, મારુ રાહુલ, હિરપરા હર્ષ, વરીયા જાગૃત, શીંગાળા કીર્તન વગેરે વિધાર્થીઓએ ગુરુકુળમાં રહીને જે અનુભવો થયેલ તે રજુ કરેલ. સંસ્થાના સંચાલક પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, તપોનિષ્ટ ઘનશ્યામજીવનસ્વામી તેમજ શિક્ષણ વિભાગ સંભાળતા શાસ્ત્રી રામકૃષ્ણસ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી જીવનમાં વ્યસન અને ફેશનની દુનિયાથી દૂર રહેવું, સારા મિત્રોનો સંગ કરવો વગેરે ભલામણો કરેલ અંતમાં વિધાર્થીઓએ સાથે મળી સંસ્થામાં આવતા દર્શનાર્થીઓ માટે વોટર કુલર ભેટમાં આપેલ તેમજ બધા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી ઘનશ્યામ મહારાજની મૂર્તિ ભેટ આપેલ.