Janmasthami Utsav – Germany

પૂજ્ય મુકુંદસ્વરુપદાસજી સ્વામી તથા પૂજ્ય શાંતિપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં જર્મનીના એસેન શહેરમાં આવેલ હિન્દૂ મંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ.

પ્રારંભમાં સંતો તથા હરિભક્તોએ ઉત્સવના કીર્તનોનું ગાન કર્યા બાદ ભગવદ પૂજન અને દીપ પ્રાગટ્ય કરી ઉત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવેલ। ત્યારબાદ શાસ્ત્રી શ્રી મુકુન્દસ્વરૂપ સ્વામીએ હિન્દૂ ધર્મની મહાનતા તથા ભગવાનના અવતારોના અવતરણના માહાત્મ્યની કથા કરી હતી.

આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજનું દીક્ષા શતાબ્દી વર્ષ હોવાથી પૂજ્ય સ્વામીનું ભાવપૂજન પણ કરવામાં આવેલું. અંતમાં ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના વિડિઓ આશીર્વાદનું શ્રવણ કર્યા બાદ ભગવાનના પ્રાગટ્યની આરતી કરી સહુયે સંતો સાથે રાસનો આનંદ માણ્યો હતો.

સંતોએ દરેક ભક્તોને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા.