Ram Navami & Hari Jayanti – Dallas, USA

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ.ની ડલાસ શાખામાં શ્રીસ્વામિનારાયણ જયંતી તથા શ્રીરામનવમીનો ઉત્સવ ખૂબ જ આનંદ-ઉલ્લાસમય માહોલમાં ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. છેલ્લા 11 વર્ષથી ડલાસમાં ચાલી રહેલી બાલ-યુવા સંસ્કારની પ્રવૃત્તિમાં અભ્યાસ કરી રહેલા બાળકો યુવાનોએ વિવિધ કાર્યક્રમો રજુ કરી સંતો તથા હરિભક્તોને પ્રસન્ન કર્યા હતા. તેમાં 1 થી 4 ધોરણના વિદ્યાર્થીઓએ સત્સંગની નાની નાની વાતો ગુજરાતીમાં કંઠસ્થ કરીને રજુ કરેલી. 9 થી 11 ધોરણના કિશોરોએ આદર્શ માતા-પિતાની ફરજો વીષે વક્તવ્યો આપ્યા હતા.

શીવમ્ શેલડીયા અને માનત બાબરીયાએ પોતાના સુમધુર સ્વરમાં કીર્તનોનું ગાન કર્યું હતું. રીષિ વિરાણી અને ક્રિષ્ણ વિરાણીએ તબલામાં જુગલબંઘી કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ત્યાર બાદ પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામીએ ભગવાનના આ પૃથ્વ‍િ ઉપરના પ્રાગટ્યના હેતુઓ સમજાવ્યાં હતા. ત્યારબાદ ભગવાનના પ્રાગટ્યોત્સવની કથાનું શ્રવણ કર્યા બાદ પ્રાગટ્યની મહા ન‍િરાજન અને આનંદ ઉત્સવ કરી સહુ સંતો-ભક્તોએ મહોત્સવ મનાવ્યો હતો.

છેલ્લે ન‍િર્માણાધ‍િન નૂતન  મંદિરમાં સેવા કરનારા શ્રી પીયુષભાઇ વીરડીયા વગેરે ભક્તો તથા આ ઉત્સવના યજમાનોને પૂજ્ય ભગવતચરણ સ્વામીએ ભેટ-સોગાદ સાથે મંગલ આશીર્વાદ આપ્યા હતા.