Satsang Seminar – Rajkot Gurukul

તા. ૨૪/૮/૨૦૧૯ જન્માષ્ટમીનાં પરમ પવિત્ર દિવસે સવારે ૭ થી રાત્રીના ૯ વાગ્યા સુધી સત્સંગ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ પ્રવર્તિત ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક સેવાક્ષેત્રે કાર્યશીલ કાર્યકર્તા સત્સંગ સેમિનારમાં રાજકોટ, જુનાગઢ, સુરત, અમદાવાદ, ઉના, મોરબી, મુંબઈ, જસદણ, કેશોદ, હિંમતનગર, અમરેલી વગેરે વિસ્તારોમાંથી ૨૦૦૦ ઉપરાંત કાર્યકર્તા આવેલ.

સેમીનાર અંતર્ગત અભિષેક દર્શન, મહામંત્ર યજ્ઞ, સમૂહ પૂજન, સંતપૂજન દર્શન, સાંસ્કૃતિક્તા સભર દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા પ્રેરક પ્રસંગો, સમૂહ એક્શન ગીત, સંવાદો, સખ્યકેલી, ગ્રુપ સભા વગેરે આયોજનો કરવામાં આવેલ.