Shakotsav and Dental Camp – Paramus, NJ

શ્રી સ્વામિનારાયણ ન્યુજર્સી (રાજકોટ ગુરુકુલની શાખા) માં તારીખ 24 ફેબ્રુઆરીનો દિવસ વહેલી સવારે પાંચ વાગ્યે શ્રી સ્વામિનારાયણ મહામંત્રની બાર કલાકની અખંડધૂનનો પ્રારંભ સંતો તથા  ભક્ત શ્રી પ્રવીણભાઈ વોરા તથા મનોજભાઈ વેકરીયા વગેરે ભક્તોએ ખૂબ જ ઉત્સાહથી પ્રારંભ કર્યો હતો અને તે ધૂન સાંજના પાંચ વાગ્યા સુધી ભક્તિભાવ પૂર્વક સંતો અને ન્યુજર્સી નિવાસી સર્વે ભક્તો એ આખો દિવસ કરી હતી આ ધૂન પૂ શાસ્ત્રીજી મહારાજની 31મી પુણ્ય તિથિ તથા ભારતમાં શાહિદ જવાનોને શ્રદ્ધાંજલી નિમિત્તે કરી હતી. આ શાકોત્સવ નિમિત્તે ખાસ ડલાસ ગુરુકુલથી શાસ્ત્રી શ્રી મુકુંદસ્વરૂપ સ્વામી તથ પૂ શ્રી શાંતિપ્રિય સ્વામી પધાર્યા હતા તેમના હસ્તે 3:30 વાગ્યે “ફ્રી કેમ ડેન્ટલ કેમ્પ” નું દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો જેનો લાભ 100 ઉપરાંત દર્દીઓએ લીધો હતો જેમાં ડૉ મહેશ લીંબાણી તથા ફાર્માસિસ્ટ શ્રી ઘનશ્યામભાઈ સખરેલીયા તથા શ્રી અમિતભાઈ પટેલ ઉત્સાહ પૂર્વક સેવા આપી હતી

સાંજના સમયે પાંચ વાગ્યે ધૂનની પુર્ણાહુતી નિમિત્તે ઠાકોરજીનું  પૂજન શાસ્ત્રી શ્રી મુકુન્દસ્વરૂપદાસજી સ્વામીએ કર્યું હતું ત્યારબાદ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું તથા ડલાસ થી પધારેલ સંતોનું સ્વાગત પૂજન ગુરુકુળના ભક્તો શ્રી ચતુરભાઈ વઘાસીયા તથા શ્રી જયભાઈ ધડુક વગેરે ભક્તોએ કર્યું હતું આ નિમિત્તે શાકોત્સવની દિવ્ય કથાનો લાભ શ્રી શાંતિપ્રિયદાસજી સ્વામીએ  તથા શાસ્ત્રી શ્રી મુકુંદસ્વરૂપદાસજી સ્વામી આપ્યો હતો ત્યારબાદ બાલ સંસ્કારના બાળકોએ તથા યુવાનોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુત કયો હતો ત્યારબાદ ભારતમાં શહીદ થયેલ જવાનોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આરતી પ્રાર્થના બાદ મહિલા મંડળના સભ્યોએ મહિલા સભા નું સુંદર આયોજન કરેલ તેમાં બાલિકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સર્વેના મન મોહી લીધા હતા.

આ શાકોત્સવમાં ન્યૂજર્સી તથા અમેરિકાના અનેક શહેરોમાંથી ભક્તો પધાર્યા હતા જેમાં ન્યૂયોર્કથી શ્રી ગિરીશભાઈ પટેલ ઘનશ્યામભાઈ  દિવ્યેશભાઈ તથા વિમલભાઈ કાકડીયા વગેરે તથા ડાલાસથી નિમેષભાઈ સુતરીયા તથા રોમ થી મનસુખભાઈ પાઘડાળ વગેરે અનેક શહેરોથી ભક્તો પધાર્યા હતાં. આ ઉત્સવમાં ગુરુકુલના સેવક એવા   શ્રી ચતુરભાઈ વઘાસિયા શ્રી જયભાઇ ધડુક  શ્રી પ્રવીણભાઈ વેકરીયા શ્રી રવજીભાઈ ભુવા  શ્રી મનહરભાઈ માંગરોળીયા શ્રી હિતેશભાઈ રાખોલીયા  શ્રી વિશાલભાઈ ગોંડલીયા શ્રી ભાવેશભાઈ ગજેરા શ્રી કિરણભાઈ રાખોલીયા  શ્રી તિમિર ભાઈ પટેલ શ્રી કનુભાઈ બાબરીયા શ્રી રૂપસિંહ મહારાજ વગેરે  ભક્તોએ તથા મહિલા મંડળના સર્વે બહેનોએ રોટલા બનાવવા વગેરે સેવા દ્વારા   શાકોત્સવ ને સફળ બનાવવા ઉત્સાહથી સેવામાં જોડાયા હતા. આ દિવ્ય ઉત્સવના  યજમાન બનીને શ્રી કૃતાર્થ ભાઈ જગત મનોજભાઈ વેકરીયા નિર્મળાબેન મહેતા હિતેશભાઈ રાખોલીયા મધુભાઈ પટેલ  કિરીટભાઈ શેઠ રમેશ ભાઈ કૂંડળીયા જગદીશભાઈ ધડુક હિતેન્દ્ર ભાઈ બોરડ અમિતભાઈ પટેલવગેરે ભાવિકોએ યજમાન બનીને સેવાનો લાભ લીધો હતો.