Shakotsav and Satsang Sabha – Toronto, Canada

સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કૃપા અને પ. પૂ. ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી ની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – કેનેડા ના આંગણે ભવ્ય શાકોત્સવ તારીખ ૨૩ ફેબ્રુઆરી શનિવાર ના રોજ ધામધૂમ થી ઉજવાયો. મહોત્સવ ના ઉપક્રમે સુંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો દ્વારા કંઠસ્થ કીર્તન ગાન, યુવકો દ્વારા સુંદર રૂપક, સંવાદ તથા સ્પીચ જેવા આયોજનો હતા. સભા ની શરૂઆત માં સુંદર કીર્તન ભક્તિ પૂ. શાંતિપ્રિયદાસજી સ્વામી, ઉમંગ તથા બીજા હરિભક્તો દ્વારા કરવામાં આવી. ત્યારબાદ સંતો નું સ્વાગત પૂજન સમગ્ર શાકોત્સવ ના મુખ્ય યજમાન શ્રી રમેશભાઈ ભંડેરી તથા  અન્ય યજમાનો દ્વારા કરાવ્યા બાદ પૂ. મુકૂંસ્વરૂપદાસજી સ્વામી એ મનુષ્ય  જીવન ની દુર્લભતા તેમજ વૈદિક વિજ્ઞાન ની મહાનતા પાર ઉપદેશાત્મક પ્રવચન આપ્યું. ત્યારબાદ જેમના આર્થિક સહયોગ થી આ સમગ્ર મહોત્સવ ધામધૂમથી ઉજવાયો એવા યજમાનો ને સંતો એ આશીર્વાદ પાઠવ્યા. પ્રથમ પ્રવચન બાદ યુવકો દ્વારા સુંદર રૂપક “હું સહજાનંદી બનીશ” એવા વિષય પર ભજવવામાં આવ્યું જેને જોઈને સૌ કોઈ મંત્ર મુગ્ધા બની ગયા. આગળ કાર્યક્રમો માં રીંગણ અને બાજરી ના ગુણો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ ના સર્વોપરી પણા ની સાબિતી આપતો સુંદર સંવાદ નિસર્ગ તથા નિકુંજ દ્વારા રજૂ કરાયો અને ત્યારબાદ લોયા ના સુરાખાચર ના હસમુખા સ્વભાવ માં છુપાયેલી એકાંતિકી ભક્તિ નું દર્શન કરાવતું સુંદર પ્રવચન ધ્રુવાંશ દ્વારા રજુ કરવામાં આવ્યું. સભા ના અંતિમ સેશન માં વિડિઓ વિઝયુઅલ દ્વારા ઘરસભા થી થતા ફાયદા ઓ ઉપર સુંદર પ્રવચન પૂ. શાંતિપ્રિયદાસજી સ્વામી એ આપ્યું અને હરિભક્તો ને રોજ ઘરસભા કરવાનું વચન લેવડાવ્યું. ત્યારબાદ મહારાજ ને રીંગણાં નું શાક અને બાજરી ના રોટલા તથા અન્ય વિવિધ વાનગી ઓ નો સુંદર થાળ ધરાવવામાં આવ્યો. સંતો એ સ્વહસ્તે શાકોત્સવ નું પ્રખ્યાત રીંગણાં નું શાક તેમજ ખીચડી બનાવી અને મહિલા હરિભક્તો એ શ્રીજી મહારાજ ને રીઝવવા પૂનમ ના ચંદ્ર જેવા ગોળ મટોળ રોટલા બનાવી પ્રભુ ના થાળ માં સજાવ્યા. થાળ બાદ, મહારાજ ની આરતી કરવામાં આવી. આરતી નો લાભ મહોત્સવ ના યજમાન તથા અન્ય વડીલ હરિભક્તો એ લીધો. અને અંત માં મહારાજ ની ૧૮ જેટલી ભાવ મૂર્તિ ઓ સંતો દ્વારા હરિભક્તો ને આપવામાં આવી. આરતી બાદ સૌ કોઈ હરિભક્તો મહારાજ તથા સંતો ના દર્શન કરી ને પ્રભુ પ્રસાદ આરોગી ને છુટા પડ્યા.

આ મહોત્સવ માં રમેશભાઈ ભંડેરી, વિરલભાઈ પટેલ, અરુણભાઈ શેલડિયા, કલ્પેશભાઈ છેલડીયા, ચિંતનભાઈ દવે, મિલન કયાડા, બિમલભાઈ શીંગાળા, રિશીરાજભાઈ ગગલાની, હનીશભાઈ માલવિયા, પ્રશાંત વિરડીયા, ધવલ જોશી તથા મિતેષ સોલંકી વગેરે હરિભકતો એ આર્થિક સહયોગ આપ્યો હતો. અને આ ઉત્સવ નો લાભ આશરે ૩૦૦ જેટલા હરિભક્તો, મહિલા તથા બાળકો એ લીધો હતો.