Shree Krishna Janmashtami Utsav & Brahmastra Daily Night Program

બ્રહ્મસત્રનાં તૃતીય દિવસે તા. ૨૪/૮/૨૦૧૯નાં રોજ સાંજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવેલ. 

 

જન્મોત્સવ અંતર્ગત સ્વાગત નૃત્ય, ભક્તિ નૃત્ય, દેશ ભક્તિ દર્શાવતું પ્રેરણાદાયી રૂપક, શ્રાવણ માસ નિમિત્તે શિવ તાંડવ, હનુમાનજીએ ભૂતોને ભગાડિયા, નાગ દમન વગેરે દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ અને છેલ્લે ૧૨ વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રાગટ્ય નિમિત્તે આરતી કરવામાં આવેલ. આરતી બાદ સંતો અને હરિભક્તોએ વિવિધ રાસ રમી નૃત્ય ભક્તિ અદા કરેલ. (તેના ફોટા અને વિડીયો આપ નિહાળી શકશો.)

 

બ્રહ્મસત્રનાં પ્રથમ દિવસે તા. ૨૨/૮/૨૦૧૮નાં રોજ સાંજે વચનામૃત પ્રશ્નોત્તરીનું આયોજન કરેલ. 

 

બ્રહ્મસત્રનાં દ્વિતીય દિવસે તા. ૨૩/૮/૨૦૧૮નાં રોજ સાંજે પ્રેમાનંદ સંકીર્તન સરિતાનું આયોજન કરેલ. જેમાં અગલ અગલ વિવિધ રાગમાં ગવૈયા સંતોએ પોતાની આગવી કલા રજુ કરી હતી.

 

બ્રહ્મસત્રનાં ચતુર્થ દિવસે તા. ૨૫/૮/૨૦૧૮નાં રોજ સાંજે સહજાનંદ અંત્યાક્ષરીનું આયોજન કરેલ.

 

બ્રહ્મસત્રનાં પંચમ દિવસે તા. ૨૬/૮/૨૦૧૮નાં રોજ સાંજે લાઇવ પ્રસંગો, રૂપકો, વિડીયો દ્વારા  નાના સંતોએ મન ભાવક પ્રવચન આપેલ.