Vachanamrut Audiobook Available on Youtube

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે રાજકોટ ગુરુકુલ દ્વારા ઓનલાઈન વચનામૃત મુકવામાં આવેલ છે.

‘સંપ્રદાયની પુષ્ટિ તો સંપ્રદાય સંબંધી શાસ્ત્રથી જ થાય છે.’

ઈષ્ટદેવ શ્રીહરિના આ હૃદગત અભિપ્રાયના મર્મજ્ઞ ‘સદ્‌વિદ્યા સદ્ધર્મરક્ષક’ સદ્‌ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સને ૧૯૫૩માં રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મુદ્રણાલયની શરૂઆત કરીને સંપ્રદાયની પુષ્ટિ માટે સંપ્રદાય માન્ય સદ્‌ગ્રંથોનું પ્રકાશન ચાલુ કરેલું ને આજ સુધીમાં નાનામોટા ૨૦૦ ગ્રંથોનું પ્રકાશન થતું રહ્યું છે.

વચનામૃત ગ્રંથ એટલે ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીના સદુપદેશનો નક્કર નિચોડ અને સરળ ભાષામાં સચોટ રીતે રજૂ થયેલ સંપ્રદાયના સિદ્ધાંતોનું સમગ્ર રહસ્ય. પ્રભુપ્રાપ્તિ માટેની જીવનસાધનામાં ઉપયોગી હોય એવું એકેય પાસું શ્રીહરિએ આ વચનામૃતોમાં વર્ણવ્યા વગર રહેવા દીધું નથી. એમાં જીવનને ઊર્ધ્વગામી બનાવે એવાં અનેક પ્રેરણાપાથેય ભર્યાં પડ્યાં છે, એનાં અનુસરણથી મુમુક્ષુ છતે દેહે જ બ્રહ્મરૂપ બની પરબ્રહ્મ પરમાત્માના પરમ ધામને પામી જાય એવો આ સર્વોપરી સદ્‌ગ્રંથ છે.

વચનામૃતના યુવા અભ્યાસીઓની સાનુકૂળતાને ધ્યાનમાં રાખી વચનામૃતની રાજકોટ ગુરુકુલ યુટ્યુબ ચેનલમાં એનિમેશન સાથે બનાવેલ છે, PDF બુક પણ ફ્રીમાં આપવામાં મુકેલ છે અને મોબાઈલમાં સરળતાથી વાંચી શકાય તે માટે એપ્લીકેશન બનાવવામાં આવેલ છે તેમાં બુકમાર્ક નોટ હાઈલાઈટ વગેર એડ કરી શકીએ, ફોન્ટ નાના મોટા કરી શકશો, ફોન્ટનાં કલર બદલી શકશો, તેમાંથી કોઇપણ શબ્દ સર્ચ કરવો હોય તો સરળતાથી કરી શકાય તે માટે નીચે લીન્કો આપવામાં આવેલ છે.