Daily Katha

Daily Katha

03 July 2022

Rajkot Branch

Date : 03/07/2022 

ગોપાળાનંદ સ્વામીની વાતો :  પ્રકરણ 1 વાત  230, 231 

વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી

Title : જ્ઞાની ભક્ત કોને કહેવાય ?

>> પોતાની સાચી ઓળખાણ એને કહેવાય કે પોતાના દોષને ઓળખવા
>> ભગવાનની સાચી ઓળખાણ એ ગણાય કે ભગવાનના ગુણને જાણવા
>> સાધુની સાચી ઓળખાણ એને કહેવાય કે એના ગુણ અને દોષ બંનેને જાણવા
>> જેને પોતાના સ્વભાવ કરતા પણ ભગવાન વધુ વાલા હોય એને જ્ઞાની ભક્ત કહેવાય
>> ભગવાન આપણી સેવાને ગ્રહણ કરે છે એ ભગવાનની મોટાઈ છે એમને ત્યાં ગુણોવાળાની ખોટ નથી
>> અર્થાર્થી અને જીજ્ઞાસુ ભક્તોને ભગવાન સિવાય બીજું કંઈક જોઈએ છે માટે એ ભગવાનને અત્યંત વાલા નથી
>> નિરાકાર થઈને ભક્તિ કરવી એટલે કે નિર્વાસનિક થઈને ભક્તિ કરવી, ભગવાનને નિરાકાર માનીને એમ નહીં
>> ગીતામાં ભગવાન એમ કહ્યું કે જ્ઞાનીને હું અત્યર્થ પ્રિય છું, અત્યંત એમ નથી કહ્યું એનો અર્થ એમ છે કે જ્ઞાનીને એવો કોઈ પદાર્થ નથી જે ભગવાન જેટલો વહાલો હોય
>> વાસના સાકાર નથી પણ વાસનાનો વિષય એટલે કે પદાર્થો એ સાકાર છે
>> મહારાજે જગતથી છૂટવા માટે નિરાકાર સાંખ્ય ગ્રહણ કરે છે, ભગવાનમાં જોડાવા માટે સાકાર સાંખ્ય અને યોગની યુક્તિઓ ગ્રહણ કરે છે
>> પોતાના દોષને ઓળખીને મૂકે એ જ્ઞાની

  • Calendar